NMMS પરીક્ષામાં વનિતા વિશ્રામ પ્રાયોગિક શાળાનું ઉત્કૃષ્ટ પરિણામ…
NMMS મેરીટ સ્કોલરશીપ યોજના અંતર્ગત ધોરણ – 8 ના વિદ્યાર્થીઓ માટે મેરીટના ધોરણે સરકારી/ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં ધોરણ – 9 માં પ્રવેશ મેળવી ધોરણ – 12 સુધીનું શિક્ષણ પ્રાપ્ત કરી શકે એ માટે રાજ્યના તમામ જીલ્લાઓમાં NMMS પરીક્ષા -2024નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વનિતા વિશ્રામ પ્રાયોગિક શાળાના ધોરણ 8ના કુલ -23 વિદ્યાર્થીઓ આ પરીક્ષા પાસ કરી શાળાનું ગૌરવ વધાર્યું છે.