શાળામાં પ્રવેશ માટે કોઈ પણ પ્રકારનું ડોનેશન લેવામાં આવતું નથી.

1. સરકારી નિયમો, વિદ્યાર્થિનીની આવડત અને વર્તણૂકની શરતોને આધીન પ્રવેશ આપવામાં આવે છે.

2. જે સરકારી માન્ય શાળામાંથી આવતા હોય તેનું લીવીંગ સર્ટીફીકેટ રજૂ કર્યા સિવાય પ્રવેશ પૂર્ણ ગણાશે નહીં. વિદ્યાર્થીની અન્ય રાજ્યમાંથી આવતી હોય તો જે તે જિલ્લાના શિક્ષણ અધિકારીની કાઉન્ટર સહી તેમજ તદ્દન નવા પ્રવેશ માટે જન્મ પ્રમાણપત્ર અનિવાર્ય છે.

3. કોઈપણ પ્રકારના કારણ આપ્યા સિવાય આચાર્યાશ્રીને પ્રવેશપત્રનો અસ્વીકાર કરવાનો હક્ક રહેશે.

4. વનિતા વિશ્રામના સંચાલનથી ચાલતી અલગ માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાના ધોરણ-૯ ના વર્ગમાં પ્રવેશ આપવાની કોઈ બાંહેધરી આપવામાં
આવતી નથી.

5. નિયમિત ફી ભરવી જરૂરી છે.