વનિતા વિશ્રામ પ્રાયોગિક શાળા

વનિતા વિશ્રામ સંસ્થાની  સ્થાપના અખાત્રીજ તા:-૧૭/૦૫/૧૯૦૭ના દિને કરવામાં આવેલ ત્યારે તેની સાથે ત્યકતા, વિધવા અને  નિરાધાર બહેનોને રક્ષણ અને શિક્ષણ મળે એ હેતુથી બાળવર્ગની શરૂઆત કરવામાં આવી. જે વનિતા વિશ્રામ પ્રાથમિક શાળા નામે સ્થાપિત થઈ. જેમાં ધોરણ ૧ થી ૮ ના ફક્ત એક-એક વર્ગ નક્કી કરવામાં આવેલ છે.

ઈ.સ. ૧૯૫૦ માં વનિતા વિશ્રામમાં વનિતા વિશ્રામ ટ્રેનીંગ કોલેજની સ્થાપના થઈ, તેની સાથે આ શાળાને સરકારશ્રી તરફથી પ્રાયોગિક શાળા તરીકે મંજુરી મળી. તે આપણી વનિતા વિશ્રામ પ્રાયોગિક પ્રાથમિક શાળા. આપણા ગુજરાત રાજ્યમાં અન્ય ૧૩ પ્રાયોગિક શાળા કાર્યરત છે. જેમાં સુરત ખાતે એક માત્ર વનિતા વિશ્રામ પ્રાયોગિક શાળા જ છે. જેમાં શિક્ષકોને સરકાર તરફથી પગાર તથા અન્ય લાભ મળે છે. સરકારી શાળા હોવાથી તેના ધારાધોરણ મુજબ અહીં નજીવી ફી લેવામાં આવે છે. સરકારશ્રી તરફથી મધ્યાહન ભોજનનો લાભ પણ મળે છે.  સરકારશ્રીના નિયમોને આધીન શાળાનો વહીવટી કાર્ય વનિતા વિશ્રામ ટ્રસ્ટ દ્વારા બેવડી પદ્ધતિથી સંચાલિત છે.