English Medium:
Dr. Premlilaben V.T. Primary School for girls started in 1977 with only 159 students from 1st to 7th Std. is on its way to complete its 45 years, so it is right time to glance in to the vista of education. Our school provides education to 2587 students in English Medium. The school has spacious ventilated class rooms, well – furnished Computer Rooms providing computers to each student. Library, Language Lab, Fully A.C. Knowledge centre, huge playground, Interactive Boards in class rooms, Installed Camera in each class rooms.
Gujarati Medium:
ઈ.સ. ૧૯૦૭ નું વર્ષ સુરતના સામાજિક જીવનના ઇતિહાસમાં અતિ મહત્વનું બની રહ્યું છે. એ વર્ષમાં હિંદુ અબળા નારીઓ, ત્યકતાઓ હોય એવી સ્ત્રીઓ સ્વાશ્રયી થાય, ગૌરવભર્યું જીવન જીવી શકે એ માટે સુરતના બે યુવાન વયે વિધવા પુણ્યકીર્તિ ધરાવતા બહેનો શ્રીમતી બાજીગૌરીબહેન મુનશી અને શ્રીમતી શિવગૌરીબહેન ગજ્જરે એક ક્રાંતિકારી અને કલ્યાણકારી પગલું ભર્યું અને સને ૧૯૦૭, ૧૫ મે સંવત ૧૯૬૩ નાં વૈશાખ સુદ ત્રીજ (અખાત્રીજ ) નાં મંગળ દિવસે વિધવા, ત્યકતા અને નિરાધાર બહેનો માટે એક આશ્રયસ્થાનની સ્થાપના કરી તેને ‘ વનિતા વિશ્રામ’ નામ આપ્યું. આ રીતે વનિતા વિશ્રામનું બીજ રોપાયું.
સુરત વનિતા વિશ્રામ એક બીજમાંથી આજે વટવ્રુક્ષ બની રહ્યું છે અને કન્યા કેળવણી માટે પૂર્વ પ્રાથમિકથી તે યુનિવર્સીટી સુધી શિક્ષણનું પ્રદાન કરવા ભાગ્યશાળી બન્યું છે. આ વાતનું નીચે મુજબની વિધાશાખાઓ તથા સંસ્થાઓના સંચાલન પરથી સ્પષ્ટ ફલિત થાય છે. (૧) વનિતા વિશ્રામ આશ્રમ (૨) વનિતા વિશ્રામ પ્રાયોગિકશાળા (૩) વનિતા વિશ્રામ ટ્રેનીંગ કોલેજ (૪) વનિતા વિશ્રામ હોસ્ટેલ (૫) સર વિ.ડી.ટી. ગર્લ્સ હાઇસ્કૂલ (૬) ડૉ. પ્રેમલીલા વિ. ઠા. પ્રાથમિક કન્યાશાળા (૭) શ્રીમતી પાર્વતીબેન દેસાઈ વિધાકુંજ (૮) શેઠ પી.ટી. મહિલા કોલેજ ઓફ આર્ટસ એન્ડ હોમ સાયન્સ (૯) વનિતા વિશ્રામ વિમેન્સ કોલેજ ઓફ કોમર્સ (૧૦) વનિતા વિશ્રામ સંગીત વિધાલય (૧૧) KDS નર્સિંગ સ્કૂલ, વનિતા વિશ્રામ (૧૨) નટખટ નેસ્ટ – ડે કેર સેન્ટર (૧૩) વનિતા વિશ્રામ ઇન્સ્ટિટયૂટ ફોર ગાર્મેન્ટ એન્ડ ફેશન ડીઝાઇનીંગ
Prayogik School:
ઈ.સ. ૧૯૦૭ નું વર્ષ સુરતના સામાજિક જીવનના ઈતિહાસમાં અતિ મહત્વનું બની રહ્યું . એ વર્ષમાં હિંદુ અબળા નારીઓ ,વિધવાઓ, ત્યકતાઓ હોય એવી સ્ત્રીઓ સ્વાશ્રયી થાય , ગૌરવભર્યું જીવન જીવી શકે એ માટે સુરતના બે યુવાન વયે વિધવા પુણ્યકીર્તિ ધરાવતા બેહનો શ્રીમતી બાજીગૌરીબહેન મુનશી અને શ્રીમતી શિવગૌરીબહેન ગજ્જરે એક ક્રાંતિકારી અને કલ્યાણકારી પગલુંભર્યું અને સને ૧૯૦૭ , ૧૫ મી મે , સવંત ૧૯૬૩ ના વૈશાખ સુદ ત્રીજ (અખાત્રીજ) ના મંગલ દિવસે વિધવા, ત્યકતા અને નિરાધાર બેહનો માટે એક આશ્રયસ્થાનની સ્થાપના કરી તેને ‘ વનિતા વિશ્રામ ’ નામ આપ્યું .
ઈ.સ. ૧૯૦૦ ના અરસામાં ગુજરાતભરમાં પ્લેગની મહામારી ફાટી નીકળ્યા પછી અનેક સ્ત્રીઓ વિધવા થઈ હતી , નિરાધાર બેહનોને હુન્નર સાથે શિક્ષણ મળે તે હેતુથી વનિતા વિશ્રામ પ્રાયોગિક પ્રાથમિક શાળા અસ્તિત્વમાં આવી.આદર્શ શાળા તરીકે વિકસાવવાની હોવાથી દરેક ધોરણનો એક જ વર્ગ હોય અને દરેક વર્ગમાં માર્યાદિત સંખ્યામાં બાળાઓ ભણે એમ સ્વીકારવામાં આવ્યું. પ્રાયોગિક શાળાને સરકારનું અનુદાન મળતું હોવાથી ધો. ૫ થી ૭ માટે નજીવી ફી ૨ રૂ. થી ૩ રૂ. જ લેવામાં આવે છે .સરકારી ધારા ધોરણ મુજબ શાળાનું શિક્ષણકાર્ય થાય છે. ગુજરાત સરકાર દ્વારા નિમણુક પામેલા તાલીમથી સજ્જ શિક્ષકો અહી જ્ઞાનની સરવાણી પીરસે છે.