શિયાળાની ખુશનુમા ઠંડીમાં સાથી-મિત્રો સાથે ગોષ્ઠી કરી પ્રવાસની સફર કરવાની મજા તો જેમણે માણી હોય તે જ સમજી શકે કે સાથીમિત્રો સાથે પ્રવાસ કરવાથી સંપ,સહકાર ,સહનશીલતા અને સાહસિકતા જેવા ગુણો વિકાસ પામે છે. સ્વ સાથેનો સંવાદ કરવાનો સમય મળી રહે છે. સૌંદર્યને નિહાળવાની દ્રષ્ટિ વિકસે છે. પ્રવાસ દ્વારા ચોક્કસ કંઈક ને કંઈક નવું જાણવાની તક મળે છે.તો આવા જ હેતુસર વનિતા વિશ્રામ પ્રાયોગિક શાળાની ધોરણ-૫ થી ૮ની વિદ્યાર્થીનીઓ તા: 0૯/0૧/૨૪ ને મંગળવારના રોજ પ્રવાસ : ગાંધીનગર-અક્ષરધામ, અડાલજની વાવ,સાબરમતી આશ્રમ, રિવરફ્રન્ટ ફ્લાવર શોની સફરે ગયા હતા. આ સંપૂર્ણ પ્રવાસ તેઓ માટે આજીવન એક યાદગાર, અવિસ્મરણીય, મીઠું સંભારણું બની રહેશે.