સ્કૂલ ગેમ્સ (એસ.જી.એફ.આઈ.) 2023 સુરત ઝોનમાં શાળાકીય રમતોમાં તાજેતરમાં યોજાયેલી જેમાં ખો-ખોની સ્પર્ધા વનિતા વિશ્રામ ખાતે યોજાઈ હતી. જેમાં 8 જેટલી ટીમોએ ભાગ લીધો હતો. વનિતા વિશ્રામ પ્રાયોગિક શાળાની ખો-ખો ટીમે શાનદાર પ્રદર્શન કરતા રનર્સ અપ રહી શાળાનું ગૌરવ વધાર્યું છે. આ ટીમ જિલ્લા કક્ષાએ રમવા જશે. આ ટીમને શાળાના વ્યાયામ શિક્ષક શ્રીમતી નીતાબેન વ્યાસે તાલીમ આપી હતી. શાળાની વિદ્યાર્થિનીઓએ ખો-ખોમાં સિધ્ધિ મેળવતાં શાળા પરિવારે અભિનંદન પાઠવ્યાં છે.