गुरू ब्रह्मा गुरू विष्णु, गुरु देवो महेश्वरा
गुरु साक्षात परब्रह्म, तस्मै श्री गुरुवे नमः
શિક્ષક એ ભાવિ પેઢી નો શિલ્પકાર છે. તેમના વડે જ આપણ ને જ્ઞાન અને વિશ્વ પ્રત્યેનો સકારાત્મક દૃષ્ટિકોણ મળે છે આપણા શિક્ષકો અને ગુરૂ પ્રત્યે કૃતઘ્નતા વ્યક્ત કરવા માટેનો આ દિવસ છે. વનિતા વિશ્રામ પ્રાયોગિક શાળામાં ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણની જન્મ જયંતિ નિમિત્તે શિક્ષક દિનની ઉત્સાહભેર ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે શાળાની વિદ્યાર્થિનીઓએ એક દિવસ માટે પ્રાધ્યાપકની ભૂમિકા અદા કરી હતી.જેમાં શાળાના ધો. ૮ની કુલ ૧૪ જેટલી વિદ્યાર્થિનીઓએ એક દિવસ માટે શિક્ષક બનીને જે તે ધોરણમાં અભ્યાસ વર્ગને આગળ ધપાવ્યો હતો.જેમાં શાળાના આચાયૉ ગૌરીબેન તેમ જ શિક્ષકોએ વિદ્યાર્થિનીઓને જરૂરી માર્ગદર્શન પુરૂ પાડયું હતું.શિક્ષક તરીકે ફરજ બજાવનારા વિધાર્થીઓએ પોતાના પ્રતિભાવ રજુ કર્યા હતા. બાળકો ખુબ જ ઉત્સાહિત જોવા મળ્યા.