આજની પેઢી વીર કવિ નર્મદ વિષે જાણે અને તેમને પોતાની રીતે મૂલવે તે હેતુથી નર્મદ જયંતી નિમિત્તે નર્મદ સાહિત્ય સભાએ ‘નર્મદ મારી નજરે’વિષય પર વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કર્યું હતું.આ સ્પર્ધા ચાર વિભાગમાં યોજાઈ હતી, જેમાં પ્રાથમિક શાળાના (૮ સુધીના) વિદ્યાર્થીઓમાં વનિતા વિશ્રામ પ્રાયોગિક શાળાની ધો. ૮ની વિદ્યાર્થિની બોડરે ખુશા દિપકભાઈએ પ્રથમ નંબર મેળવીને વનિતા વિશ્રામ
પ્રાયોગિક શાળાનું ગૌરવ વધારેલ છે.