સુરત સહિત સમગ્ર વિશ્વમાં જ્યાં હિન્દુઓ વસવાટ કરે છે ત્યાં જન્માષ્ટમીની ઉત્સાહભેર ઉજવણી માટે તડામાર તૈયારીઓ થાય છે.જન્માષ્ટમીની સ્કૂલમાં રજા હોય વનિતા વિશ્રામ પ્રાયોગિક શાળામાં જન્માષ્ટમીની ઉજવણી પહેલાં પ્રિ જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી. પ્રિ જન્માષ્ટમીની ઉજવણીના કારણે શાળમાં ગોકુળ જેવો માહોલ ઉભો થયો હતો અને ઉજવણીમાં શાળાના વિદ્યાર્થીઓ કૃષ્ણ ઉપરાંત નંદબાવા, સુદામા, ગોવાળો, રાધા, બલરામ બનીને આવ્યા હતા. જન્માષ્ટમી નિમિત્તે શાળામાં ચિત્ર સ્પર્ધા, રંગપૂરણી સ્પર્ધા અને મટકીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વિદ્યાર્થીઓને નાટ્યકરણ દ્વારા કૃષ્ણ જન્મોત્સવ ની સમજ આપવામાં આવી હતી. સ્કૂલ કેમ્પસમાં જ માટલી બાંધી તેને ફોડવામાં આવી હતી.