સહુ ચલો જીતવા જંગ, બ્યુગલો વાગે; યા હોમ કરીને પડો ફતેહ છે આગે……
સુરત શહેર કવિ વીર નર્મદના નામથી ઓળખાય છે. સુરત શહેરના મહાન સપૂત અને ગરવી ગુજરાતના પ્રણેતા એવા કવિ શ્રી નર્મદાશંકર લાલશંકર દવે એટલે કે, ‘કવિ નર્મદ’ ની ગુજરાતી સાહિત્યના અનમોલ રત્ન એવા કવિ વીર કવિ શ્રી નર્મદની ૧૯૧મી જન્મ જયંતીની ઉજવણી અંતર્ગત વનિતા વિશ્રામ પ્રાયોગિક શાળા ખાતે રંગબેરંગી સુશોભન કરી, કવિ નર્મદની જીવન ઝરમર તેમજ તેઓશ્રી દ્વારા ગુજરાતી સાહિત્યને પ્રદાન કરવામાં આવેલ પુસ્તકો સહિત વિવિધ કાર્યક્રમ રાખવામાં આવ્યા હતા. શાળાના બાળકોએ કવિ નર્મદ રચિત ‘જય જય ગરવી ગુજરાતના નારા સહ વંદના અને શૌર્યગીતો ગાતાં કાર્યક્રમ નિહાળ્યો હતો.