ન .પ્રા. શિક્ષણ સમિતિના બીટ નિરીક્ષક શ્રી હસનભાઈ ફકીર , સંસ્થાના માનદ્દ મંત્રીશ્રી મનહરભાઈ દેસાઈ , શાળાના આચાર્યા ગૌરીબેન , શિક્ષક ગણ તથા વાલીઓ સાથે ઉત્સવભર્યા માહોલમાં બાળકોને શાળાએ દોરી જઈ વિધિવત કંકુ પગલા સાથે શાળા પ્રવેશોત્સવની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. ન.પ્રા. શિક્ષણ સમિતિના બીટ નિરીક્ષક શ્રી હસનભાઈ ફકીર , સંસ્થાના માનદ્દ મંત્રીશ્રી મનહરભાઈ દેસાઈની પ્રેરક ઉપસ્થિતિમાં 2 થી 8ના 35 વિદ્યાર્થીઓ અને ધોરણ 1 ના 34 વિદ્યાર્થીઓ મળી કુલ 69 વિદ્યાર્થીઓને શાળાના વાલીમંડળ દ્વારા શૈક્ષણિક કીટ વિતરણ કરી પ્રવેશ આપવામાં આવ્યો હતો.