આપણા દેશમાં પ્રાચીન કાળથી જ બધી ઉંમરનાં લોકો યોગ અને મેડિટેશન કરતા આવ્યા છે. યોગ માત્ર શારીરિક જ નહીં પરંતુ માનસિક સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે.યોગના સ્વાસ્થ્ય લાભો ખરેખર અસંખ્ય છે. આજના ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ નિમિત્તે પાલિકા દ્વારા સુરત ખાતે આયોજિત રાજ્યકક્ષાના કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને અન્ય મહાનુભાવો સાથે યોગાભ્યાસમાં જોડાયેલ અમારી વનિતા વિશ્રામ પ્રાયોગિક શાળાની ધોરણ – ૭, ૮ની બાળાઓ .