શાળા, શિક્ષક, વિધાર્થી,અને વાલીઓ શિક્ષણના મહત્વના પાયા ના હેતુ છે. શિક્ષણમાં આ બધાની આવશ્યકતા જરૂરી છે. આના વગર ચાલે જ નહી. વાલી શાળાની મુલાકાત લેશે તો જ શાળા વિશે શિક્ષકો વિષે પોતાના બાળકની પ્રગતિ વિશે જાણી શકે છે.બાળકના ઘડતર માટે શાળા અને સમાજનું જોડાણ ખુબજ અગત્યનું છે. આ હેતુથી વનિતા વિશ્રામ પ્રાયોગિક શાળામાં વાલી મીટીંગનું આયોજન કરવામાં આવે છે.