ભારતીય હિન્દુ સંસ્કૃતિ મુજબ ગુરુનું સ્થાન દરેક વ્યક્તિના જીવનમાં અનોખું છે. શાસ્ત્રોમાં ગુરુને ભગવાન કરતા પણ મહાન બતાવવામાં આવ્યા છે.સમગ્ર ભારતભરમાં હર્ષ અને ઉલ્લાસભેર ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવે છે.જીવનમાં સૌથી મહાન ગુરુ એ છે કે જીવનનો માર્ગ બતાવે છે. આજના સમયમાં શિક્ષક રૂપી ગુરુ એ વિદ્યાર્થીને યોગ્ય સંસ્કાર અને શિક્ષણ આપીને ભારતના શ્રેષ્ઠ નાગરિક બનાવે છે. શાળામાં ભારતીય સંસ્કૃતિને સમજે અને જાણે તે હેતુથી વનિતા વિશ્રામ પ્રાયોગિક શાળામાં ઉજવણી કરવામાં આવી.