બાળકો શાળાના વ્યવસ્થાપનમાં, વિકાસમાં, સુધારણામાં અને નિર્ણયોમાં ભાગીદાર બને છે તેવી જ પધ્ધતિથી વનિતા વિશ્રામ પ્રાયોગિક શાળામાં ચૂંટણી કરવામાં આવી હતી. બાળ સંસદ ચૂંટણી યોજી વિદ્યાર્થીઓને ભારતની લોકશાહી શાસન પદ્ધતિની સમજ આપવામાં આવી. આ ચુંટણીમાં શિક્ષક ગણ તેમજ ધોરણ ૬ થી ૮ના વિદ્યાર્થીઓ સહભાગી થયા હતા. જેમાં વિદ્યાર્થીઓના ઉમેદવારી ફોર્મ ભરવા, વિવિધ વિભાગના મંત્રીપદની પ્રક્રિયા, ધોરણ ૫ થી ૮ ના ૨૫૦ બાળકો દ્વારા મતદાન, ચૂંટણી પરિણામ, વિજય સરઘસ વિગેરેનું આયોજન કરવામાં આવ્યું હતું.શાળાના વિદ્યાર્થીઓએ ચૂંટણી સ્ટાફ તરીકે ચૂંટણીલક્ષી તમામ કામગીરી કરી હતી.