ભારત સહિત વિશ્વની સૌથી પ્રાચીન ભાષા ગણાતી સંસ્કૃત ભાષામાં વિદ્યાર્થીઓની રૂચિ કેળવાઈ રહે અને આજના બાળકો તથા આવનારી પેઢી આપણી સંસ્કૃતિનું સિંચન કરતી રહે તે હેતુથી ચિન્મય સેવા ટ્રસ્ટ દ્વારા આંતરશાળા ચિન્મય ગીતા જ્ઞાન શ્લોક સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરની 19 શાળાઓએ ભાગ લીધો હતો.જેમાં શાળાની 73 વિદ્યાર્થીનીઓમાંથી 11 વિદ્યાર્થીનીઓ સેમી ફાઈનલમાં પહોંચી હતી. જેમાં ધોરણ – 6ની મહાજન કાવ્યા યોગેશભાઈનો બીજો નંબર આવ્યો હતો.
શાળા પરિવાર વતી अभिन्म्दन् કાવ્યાને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ !