કોરોનાકાળના એક લાંબા અંતરાળ બાદ જ્યારે શાળારૂપી બાગના પુષ્પો એટલે કે નાનકડા ભૂલકાંઓ ફરી પાછા શાળાની વાટે તેમના પગરવ માંડવા થનગની રહ્યા છે, ત્યારે આ પુષ્પોને ફરી પાછા શાળાના બાગમાં મહેકતા અને ચહેકતા કરવા માટે શાળાના ચિત્ર શિક્ષકો પણ શાળાને પક્ષી, પ્રાણી ,વાહનો, ફૂલો તથા તેમના મનગમતા કાર્ટૂન ચિત્ર વડે જીવંત બનાવી રહ્યા છે.