જીલ્લા કક્ષા ક્યું.ડી.સી કક્ષાના કલા ઉત્સવમાં “વાર્તા નિર્માણ “સ્પર્ધામાં શાળાની વિદ્યાર્થીની પ્રથમ ક્રમાંકે….
ગાંધીનગર શિક્ષણ વિભાગ અને GCERT પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન,સુરતમાં તા -0૮/0૮/૨૩ના રોજ ક્યું.ડી.સી કક્ષાનો કલા ઉત્સવ યોજવામાં આવ્યો હતો. જેમાં વિવિધ સ્પર્ધામાં શાળા કક્ષાએ પ્રથમ આવેલ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.જેમાં ક્યુ.ડી.સી કક્ષાએ પ્રથમ ત્રણ નંબર આપવામાં આવ્યા હતા. જેમાં વનિતા વિશ્રામ પ્રાયોગિક શાળાની વિદ્યાર્થીની શિમ્પી કૃતિકા “વાર્તા નિર્માણ “સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવી શાળાનું ગૌરવ વધાર્યું છે.આગળ પણ નંબર મેળવી કૃતિકાનું ભવિષ્ય ઉજળું બને તેવી શાળા પરિવાર તરફથી શુભેચ્છા….