માનવના ઉમદા જીવનઘડતર માટેનું ઉત્તમ સાધન એટલે પ્રવાસ. શિયાળાની ફૂલ ગુલાબી ઠંડીમાં ભેરુઓની ટોળી સાથે તા: 0૮/0૧/૨૪ ને સોમવારના રોજ ધોરણ – ૧ થી ૪ની વિદ્યાર્થીનીઓ *દાજીની વાડી*- વકતાણા પ્રવાસમાં ગયા હતાં. પ્રેમ, વિશ્વાસ અને બે મન વચ્ચે મળતો પ્રાસ શોધવા તેમજ સકારાત્મક વિચારો સાથે સંપ, સહકાર, પ્રીતિ ભોજન, સ્વનિર્ભરતા, સહનશીલતા જેવા ગુણોનો વિકાસ થાય તે હેતુસર દાજીની વાડીમાં કઠપૂતળી, રેઈન ડાન્સ, જાદુ, ગાડાની સવારી, એડવેન્ચર, નવી નવી રાઇડસમાં બેસી ખૂબ મજા કરી સાથે મન ગમતા નાસ્તા તેમજ પંજાબી, ગુજરાતી સ્વાદિષ્ટ ભોજનની પણ મન ભરીને ઉજાણી કરી હતી.આ સંપૂર્ણ પ્રવાસ તેઓ માટે આજીવન એક યાદગાર, અવિસ્મરણીય, મીઠું સંભારણું બની રહેશે.