વિદ્યાર્થીઓમાં વિવિધ કૌશલ્યો જેવા કે ચિત્રકલા, કાવ્યરચના, સંગીતગાયન, સંગીતવાદન, વાર્તા કથન અને વાર્તા નિર્માણ જેવી કલાને પ્રેરણા અને પ્રોત્સાહન મળી રહે તે હેતુથી વનિતા વિશ્રામ પ્રાયોગિક શાળામાં G20ની થીમ સાથે શાળા કક્ષાનો કલા ઉત્સવ અને વાર્તા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દરેક વિભાગમાં પ્રથમ નંબરે આવેલા વિદ્યાર્થીનીઓ માટે તા:૨૪/૦૭/૨૩ને સોમવારના રોજ કલસ્ટર કક્ષાના કલાઉત્સવ અને વાર્તાસ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વનિતા વિશ્રામ પ્રાયોગિક શાળાની વિદ્યાર્થીનીઓએ 6 કેટેગરીમાં ભાગ લીધો હતો.જેમાંથી પાંચ કેટેગરીમાં નંબર પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કર્યું.
વિજેતાઓને ખૂબ ખૂબ અભિનંદન….