બાળકની અંદર જે કંઈ પડેલું છે, તેને બહાર લાવવાની કલા એટલે શિક્ષણ અને બાળકના માનસને વૈજ્ઞાનિક અભિગમથી ભરી આપતું સ્ટેજ એટલે “વિજ્ઞાન”. શાળામાં ભણતા વિદ્યાર્થીઓમાં પાઠ્ય પુસ્તકોના અભ્યાસની શ્રેષ્ઠતા સાથે, વૈજ્ઞાનિક અભિગમ કેળવાય, તેમનામાં સર્જનાત્મક કૌશલ્ય વિકસે તે હેતુસર વનિતા વિશ્રામ પ્રાયોગિક શાળામાં ધોરણ 6 થી 8 નાં બાળ વૈજ્ઞાનિકો નિર્મિત સરસ મજાના નવીનતમ પ્રોજેકટ – મોડલો , રજૂ કરવામાં આવ્યા. નાના નાના વૈજ્ઞાનિકો ઘરેથી પોતાના પ્રોજેક્ટ ના મોડલ જાતે તૈયાર કરીને આવ્યા હતા.
શાળાનાં મારા પ્રિય બાળ વૈજ્ઞાનિકોમાંથી જ કદાચ આપણને ભવિષ્યમાં અબ્દુલ કલામ અને કલ્પના ચાવલા..જેવા Scientist મળી શકશે.