વનિતા વિશ્રામ પ્રાયોગિક શાળાના રમતોત્સવ પ્રસંગે શાળાના ટ્રસ્ટીશ્રી મનહરભાઈ દેસાઈ તથા સંસ્થાના વિવિધ શાખાના આચાર્યશ્રી ઉપસ્થિત રહ્યા હતા. રમતોત્સવનાં પ્રારંભે શાળાના મુરબ્બી સારસ્વત મહાનુભાવો દ્વારા મશાલ પ્રગટાવી વિધિવત આ ઉત્સવને મહોત્સવનું રૂપ આપવામાં આવ્યું હતું. ત્યારબાદ શાળાની ધોરણ – 8ની ખેલાડી વિદ્યાર્થીનીઓએ સૂર્યનમસ્કાર કરી મહેમાનોનું અભિવાદન કયું હતુ. શાળાના વિદ્યાર્થીઓએ ૧૦૦ મીટર દોડ, બતક ચાલ, સંગીત ખુરશી, ભૂખ્યા પંખી, મેમરી ગેમ, વોલીબોલ સર્વિસ, લાંબી કૂદ જેવી રમતોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી તેમનામાં રહેલી શકિતઓને બહાર લાવવાનો પ્રયાસ કર્યો હતો. રમતોત્સવનાં આ કાર્યક્રમ અંતર્ગત બાળકોના મનોજગતનાં પ્રત્યક્ષ દર્શન થયાં હતાં. આ બધું જોતાં હકીકતમાં એવું જણાય કે શિક્ષણ તો ખરું જ પણ અવનવી રમતો દ્વારા જ બાળવિકાસ સર્વોત્તમ શ્રેષ્ઠ છે.