Gujarati MediumEnglish MediumPrayogik

શિસ્ત ના નિયમો:

૧. વિનય, વિવેક, આજ્ઞાંકિતપણું, સુવ્યવસ્થિતતા અને શારીરિક તેમજ પોશાકની સુઘડતા અને નિયમિતતા હંમેશા આવશ્યક ગણાશે.
૨. શાળાચાલુ હોય ત્યારે શાળાના મકાનમાં રમવાની, દોડવાની કે બૂમાબૂમ કરવાની મનાઈ છે.
શાળાના સમય દરમિયાન શાંતિ અને વ્યવસ્થા જાળવવી.
૩.(અ) સફળતા માટે નિયમિત હાજરી મહત્ત્વની છે. ખાસ કારણસર રજા મેળવવા અગાઉથી લેખિત અરજી મોકલવી. રજા માટેની લેખિત અરજી કેલેન્ડરમાં ટુંકમાં નોધાવી માંદગી અગર અણધાર્યા સંજોગોને લીધે ગેરહાજર રહેલા વિધાર્થિનીના કેલેન્ડરમાં પિતા અગર વાલી દ્વારા પ્રમાણિત કારણ દર્શાવવું પડશે.
(બ) સતત બે અઠવાડિયાથી વધારે સમય સુધી લેખિત મંજૂરી વિના ગેરહાજર વિધાર્યિનીનું નામ કમી કરવામાં આવશે.
(ક) દરેક વિધાર્થિનીઓએ સમયસર શાળામાં આવવું. મોડા આવનારને વર્ગમાં બેસવા દેવામાં આવશે નહીં.
૪.શાળામાં વિધાર્થિનીઓએ સામયિકો, કિંમતી વસ્તુઓ તેમ જ પૈસા લાવવા નહિ. દરેક વિદ્યાર્થીનીએ પોતાની વસ્તુની જાતે સંભાળ રાખવી.
પ.વિદ્યાર્થીનીઓને પોતાના વર્ગ સિવાય અન્ય કોઈ વર્ગમાં પ્રવેશવાની મનાઈ છે. રિસેસ તથા કવાયત દરમિયાન વર્ગમાં હાજર રહેવું નહિ.
૬.શિક્ષકો તેમજ વિધાર્થિનીઓના જન્મદિનની ઉજવણીરૂપે શિક્ષકને અથવા વિધાર્થિનીઓને વ્યક્તિગત કે સામૃહિક ભેટો આપવી નહિ.
૭.શાળામાં તેમજ શાળાની બહાર વિધાર્થિનીઓની વર્તણૂક માટે શાળાના અધિકારીઓની જવાબદારી છે. આથી જાહેરક્ષેત્રોમાં અને વાહનોમાં તેઓનું ગેરવર્તન શાળામાંથી તેમને બરતરફ કરવા માટે પૂરતું કારણ ગણાશે.
૮.દિન ૨ શી વધુ ગેરહાજર રહેનાર વિધાર્થિનીએ શાળામાં રજાનો રિપોર્ટ રજૂ કરવો. રજાનો રિપોર્ટ રજૂ ન કરનાર વિધાર્થિનીને વર્ગમાં બેસવા દેવામાં આવશે નહિ.

શાળા છોડવા અંગે ના નિયમો:-

૧.શાળા છોડવા અંગેની જાણ મહિનાની પંદરમી તારીખ પહેલા કરવી પડશે, નહિ તો પછીના મહિનાની ફી લેવામાં આવશે. આ પ્રકારની જાણ વિધાર્થિનીએ પોતે નહીં પણ તેના માટે જવાબદાર વ્યક્તિએ લેખિત અરજી દ્વારા કરવાની રહેશે. જે વાલી L.C લેવા માંગતા હોય તેમણે લેખિત અરજી ૩૧ મે સુધીમાં આપવાની રહેશે, નહિંતર તે અંગેનું બાકી નીકળતું લેણું લાગુપડશે. (જૂન માસ)
૨.માતા-પિતા કે વાલી દ્વારા રૂબરૂ યા અરજી કર્યા વિના બાકી પડતી રકમ ભરપાઈ કર્યા સિવાય લીવીંગ સટિફિકેટ મળશે નહીં.

ગણવેશ:-

ધોરણ ૧ થી ૮ : સિલ્વર બ્લેક ચેક્સ પીનાફોર્મ સાથે કોટીવાળું, પીચ કલરનું સફેદ લાઈનવાળું શર્ટ, કાળા કલરની અંદરની ટાઈટ્સ, કાળા મોજાં પીચ લાઈન સાથે, કાળા સ્પોર્ટ્સ બૂટ (દોરીવાળા), કાળી રીબિન.
પી. ટી. નનો ગણવેશ – કાળો ટ્રેક પેન્ટ, લાલ ટી-શર્ટ

(અ)શાળાના દિવસોએ વિદ્યાર્થીનીઓએ શાળાનો ગણવેશ અવશ્ય પહેરવાનો રહેશે.
(બ)પૂરતાં ગણવેશ વિનાની વિધાર્થિનીને શાળામાં આવવા દેવામાં આવશે નહિ. ગણવેશ વિનાની વિદ્યાર્થીનીને ઘરે મોકલવામાં આવશે, જેને માટે શાળા જવાબદાર રહેશે નહીં.
(ક) દરેક વિધાર્થિનીએ શાળામાં ફરજિયાત રીબિન બાંધેલી બે પોની રાખવાની અથવા ચોટલી ગૂથવાની રહેશે. વિદ્યાર્થીનીઓને કોઈ પણ પ્રકારના આભૂષણો પહેરાવીને મોકલવા નહીં.
(ડ)વિધાર્થિનીના મોજાં ઢીલા થાય કે બૂટ ફાટી જાય તો સત્વરે વસાવવા
(ઈ)વિધાર્થિનીના યુનિફોર્મ ધોયેલા, સ્વચ્છ હોય તે અનિવાર્ય છે.

1.Refinement of manners, habits of obedience and order, neatness in person and dress, and punctuality are required at all times.
2.During working hours, order and silence are to be maintained while moving around the premises. Running, playing or shouting inside the school building is not allowed.
3.(a) As regular attendance is important, application for leave must invariably be handed in and for serious reasons only. Application for leave should be briefly written in the school calendar, In case of sickness or other unforeseen circumstances, the pupil on returning to school, must state the reasons for absence signed by parent / guardian in the calendar.
(b) A pupil’s name may be struck off the rolls if absent for 3 months without prior permission.
(C)All the students are expected to come to the school in time. Late comers are not allowed to sit in the class room.
4. The school is not responsible for books, money, clothes, ornaments or articles that are lost. Pupils must look after their own belongings. It is not advisable for pupils to
have money or valuable articles with them.
5. Pupils are not allowed to enter any class room other then their own or to remain in the class-room during recess or P. T, periods.

6. Every pupil ought to devote time for study according to the standard in which she is studying.
7. Magazines, guides, newspapers, comics etc. may not be brought to the school without prior sanction.
8. Pupils are forbidden to give their teachers or fellow students individual or collective gifts, even on birthdays.
9. During the absence of the teachers, monitor assumes full responsibility to maintain order and discipline of the class until the teacher arrives.
10. Pupils are responsible to the school authorities for the conduct both inside and outside the school premises. Hence misbehavior in public, streets and conveyances May be sufficient mason for dismissal from the school.
11. Not half leave will be granted under any ciscumstances.

* શાળાના નિયમો *

  1.  કેટલાક સરકારી નિયમો, ઉંમર, આવડત અને વર્તણૂંકની શરતોને આધીન આ શાળામાં પ્રવેશ આપવામાં આવે છે.
  2. કોઈપણ પ્રકારના કારણ આપ્યા વિના આચાર્યાને પ્રવેશપત્રનો અસ્વીકાર કરવાનો અધિકાર રહેશે.
  3. જે વિદ્યાર્થીની સરકાર માન્ય શાળામાંથી આવતી હોય તેનું લીવીંગ સર્ટીફીકેટ રજૂ કર્યા સિવાય પ્રવેશ પૂર્ણ ગણાશે નહી. વિદ્યાર્થીની અન્ય રાજ્યોમાંથી આવતી હોય તો તે જીલ્લાના શિક્ષણાધિકારીની કાઉન્ટર સહીથી માન્ય ગણાશે તેમજ છોડી જનાર વિદ્યાર્થીનીને મે મહિનાની ફી લાગુ પડશે.
  4. શાળા શરુ થયા પહેલા અને શાળા સમય બાદ કોઇપણ વિદ્યાર્થીની માટે શાળા જવાબદાર રહેશે નહી.
  5. સફળતા માટે નિયમિત હાજરી મહત્વની છે. ખાસ કારણોસર રજા મેળવવા અગાઉથી લેખિત અરજી મોકલવી. રજા માટેની લેખિત અરજી ડાયરીમાં ટૂંકમાં નોંધવી. માંદગી અગર અણધાર્યા સંજોગોને લીધે ગેરહાજર રહેલી વિદ્યાર્થીનીને ડાયરીમાં પિતા અગર વાલી દ્વારા પ્રમાણિત કારણ દર્શાવવું પડશે.
  6. શાળા સમયે ચાલુ વર્ગમાં કોઇપણ વાલીને વર્ગમાં જવા દેવામાં આવશે નહી.
  7. શાળાનો સમય સોમવાર થી શુક્રવાર – ૧૨:૪0 થી ૫:૪૦ કલાક.
  8. શનિવારે શાળાનો સમય ૭:૩૦ થી ૧૧:૦૦ કલાક નો રહેશે.
  9. સોમવાર થી શુક્રવાર શાળામાં રોજીંદો ગણવેશ પહેરવો ફરજીયાત છે.
  10. દર શનિવારે ફરજિયાતપણે પી.ટી. નો ગણવેશ પહેરવાનો રહશે.
  11. શિયાળાની ઋતુમાં યુનિફોર્મ સ્વેટર પહેરવું ફરજીયાત છે.
  12. શાળાના આચાર્યાશ્રીને મળવાનો સમય – સોમવાર થી શુક્રવાર  – ૪:૦૦ થી ૫:૦૦ કલાક. તથા શનિવારે ૧૦:૦૦ થી ૧૧:૦૦ કલાકમાં જ મળી શકાશે. મુલાકાતના સમય સિવાય મળી શકાશે નહી.
  13. જો કોઈ વિદ્યાર્થીની રજા સિવાય સતત ૧૫ દિવસ ગેરહાજર રહેશે તો તેનું નામ વર્ગ રજીસ્ટરમાંથી કમી કરવામાં આવશે.
  14. ખાસ કારણોસર અડધી રજા મેળવવા અગાઉથી લેખિત અરજી મોકલવી. લેખિત અરજી મળ્યા પછી રજા મંજુર થશે. તથા શાળા છોડવા માટે વર્ગ શિક્ષક પાસે ગેટ પાસ અચૂક લેવાનો રહેશે.
  15. પરીક્ષામાં કોઇપણ ગંભીર કારણ સિવાય ગેરહાજર વિદ્યાર્થીનીની ફરી પરીક્ષા ફરીથી લેવામાં આવતી નથી.
  16. શિક્ષણ ખાતાના નિયમો અનુસાર વર્ગ બઢતી અપાય છે.