વીર ગાથા 5.0ધોરણ 3 થી 12 સુધીના શાળાના વિદ્યાર્થીઓને શૌર્ય પુરસ્કાર વિજેતાઓ પર રાષ્ટ્રીય કક્ષાએ કવિતાઓ, નિબંધો, ચિત્રો અને મલ્ટીમીડિયા પ્રસ્તુતિઓની સ્પર્ધા હતી. જેમાં 1.92 કરોડ વિદ્યાર્થીઓની ભાગીદારીનો રેકોર્ડ છે, અને 100 પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય સ્તરે વિજેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. જેમાં વનિતા વિશ્રામ સંસ્થાની બે દીકરીઓનો સમાવેશ થયો છે. સમગ્ર ગુજરાતમાં આ બે દીકરીઓએ બાજી મારી છે.
૧. પટેલ આર્યા પ્રતિકભાઇ (ધોરણ :૬)
( વનિતા વિશ્રામ પ્રાયોગિક શાળા)
૨. સોનાવણે જાહ્નવી સંતોષભાઇ (ધોરણ :૯)
(સર વી. ડી. ટી. ગર્લ્સ હાઈસ્કુલ)
“સુપર 100” વિજેતાઓમાં સામેલ આ દીકરીઓને નવી દિલ્હીમાં સંરક્ષણ મંત્રાલય અને શિક્ષણ મંત્રાલય દ્વારા સંયુક્ત રીતે સન્માનિત કરવામાં આવશે. દરેક વિજેતાને રૂ. 10,000 નું રોકડ ઇનામ અને કર્તવ્ય પથ ખાતે 2026 ની પ્રજાસત્તાક દિવસ પરેડ જોવાની તક મળશે.