વિદ્યાર્થી ની જીવન રચના માં ફક્ત શિક્ષક જ નહીં પરંતુ તેના વાલી નો પણ એટલો જ ફાળો હોય છે.. અને તે માટે શિક્ષક અને વાલી વચ્ચેનો સંવાદસેતુ જળવાય રહે તે ખૂબ જ મહત્વ નું છે. શિક્ષક અને વાલી બંને મળી ને બાળક નું ભવિષ્ય ઘડવાનું કામ કરે છે. અને તેથી જ વનિતા વિશ્રામ પ્રાયોગિક શાળા દ્વારા પ્રથમ સત્રની વાલી અને શિક્ષકોની મિટિંગનું આયોજન કરવામાં આવેલું હતું.શિક્ષક દ્વારા બાળકોના અભ્યાસ જ નહિ પરંતુ તેના સંપૂર્ણ વિકાસનો ખ્યાલ, તેની સારી અને નબળી બંને બાજુ નો ખ્યાલ વાલીમીટીંગ દરમ્યાન વાલીને આપવામાં આવે છે.વનિતા વિશ્રામ પ્રાયોગિક શાળામાં થતી વાલીમીટીંગ દરમ્યાન દરેક વાલીનો ખૂબ જ સાથ અને સહકાર મળી રહે છે . તે બદલ વનિતા વિશ્રામ પ્રાયોગિક શાળા પરિવાર વાલીશ્રીઓનો આભાર વ્યક્ત કરે છે. અને આશા રાખીએ છીએ કે આમ જ આપણે સૌ સાથે મળી અને બાળકો ના એક ઉજ્જવળ ભવિષ્ય ની રચના કરીએ.