વનિતા વિશ્રામ પ્રાયોગિક શાળામાં લોકશાહીની તાલીમ આપવા માટે ડિજિટલ માધ્યમથી બાળ સંસદની ચૂંટણી યોજવામાં આવી. આ ચૂંટણી પ્રક્રિયામાં ધોરણ 5 થી ધોરણ 8 સુધીની વિદ્યાર્થીનીઓએ મતદાતા તરીકે ભાગ લીધો.શાળાના આચાર્ય ગૌરીબેન ઝાલાનામાર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. શાળાના તમામ શિક્ષકોએ આ પ્રક્રિયાનું સંચાલન કર્યું.
ચૂંટણી પ્રક્રિયામાં પ્રીસાઈડિંગ ઓફિસર તરીકે પ્રેક્ષા નરેન્દ્રભાઈ કડુ અને પ્રિન્સી બંટેશ કોન્ટ્રાકટરે ફરજ બજાવી. પોલિંગ સ્ટાફમાં ઈશા જયેશ પટેલ, હર્ષિકા ભાવેશભાઈ રાણા અને ઝેની પ્રદિપ પટેલ હતા.ચૂંટણીમાં રાણા વંશિકા હિરેનભાઇ મહામંત્રી અને જાધવ સ્નેહા કૌશિકભાઇ અને પવાર સાક્ષી રાવ સાહેબ ઉપમહામંત્રી તરીકે ચૂંટાયા. વિજેતા ઉમેદવારોને વ્યવસ્થામંત્રી, સ્વચ્છતામંત્રી, સાંસ્કૃતિક મંત્રી, પ્રાર્થના મંત્રી અને ઇકો ક્લબ મંત્રી જેવા વિભિન્ન હોદ્દાઓ સોંપવામાં આવ્યા અને શપથ લેવડાવવામાં આવ્યા.આ પ્રક્રિયા દ્વારા વિદ્યાર્થીઓને દેશની લોકશાહી વ્યવસ્થા, રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનના મહત્વ વિશે પ્રત્યક્ષ અનુભવ મળ્યો. કાર્યક્રમના અંતે આચાર્ય ગૌરીબેન ઝાલાએ વિજેતા તમામ વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યા.