વનિતા વિશ્રામ પ્રાયોગિક શાળામાં તા 20-06-2025 શુક્રવારના રોજ “કન્યા કેળવણી મહોત્સવ તથા શાળા પ્રવેશોત્સવ 2025” નો હર્ષોલ્લાસભેર ઉજવાયો હતો. આ ઉજવણી પ્રસંગે વનિતા વિશ્રામ સંસ્થાના માનદ્દ મંત્રીશ્રી મનહરભાઈ દેસાઈ, વનિતા વિશ્રામ સંસ્થાના વિવિધ શાખાના આચાર્યશ્રી અને વાલી મંડળના સભ્યની ગરીમામય ઉપસ્થિતિ રહી હતી.વનિતા વિશ્રામ સંસ્થાના માનદ્દ મંત્રીશ્રી મનહરભાઈ દેસાઈ, વનિતા વિશ્રામ સંસ્થાના વિવિધ શાખાના આચાર્યશ્રી અને વાલી મંડળના સભ્યો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી બાળકોને કુમકુમ તિલક અને નાડાછડી પહેરાવી નવા દાખલ થતા નાના ભોળા ભૂલકાઓનું તાળીઓથી હર્ષભેર સ્વાગત કરવામાં આવ્યું.
કાર્યક્રમ દરમિયાન માનદ્દ મંત્રીશ્રી મનહરભાઈ દેસાઈએ જણાવ્યું કે શિક્ષણ જીવનની મૂળભૂત જરૂરિયાત છે. આ બાળકો ભારતનું ભવિષ્ય છે. તેમના ઉચ્ચ શિક્ષણ અને સારા નાગરિક તરીકેના ઘડતરની જવાબદારી શિક્ષકો અને સમાજની છે.બાળકો દ્વારા રજૂ કરાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમો અને વાલીઓની ઉપસ્થિતિમાં યોજાયેલા પ્રેરક ભાષણો દ્વારા શિક્ષણના મૂલ્યને ઉજાગર કરવામાં આવ્યું.આ ઉજવણી બાળકોના ચહેરા પર ખુશી અને ભાવિ શૈક્ષણિક યાત્રાની મીઠી શરૂઆત બની રહી.“જ્યાં શિક્ષણ છે, ત્યાં પ્રકાશ છે.”