વનિતા વિશ્રામ પ્રાયોગિક શાળામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી.શાળાના યોગ શિક્ષક નીતાબેન વ્યાસના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ વિવિધ આસનો કર્યા હતા.વોર્મ અપ એક્સરસાઇઝથી શરૂ કરીને બેસીને અને ઉભા રહીને વિવિધ આસનો કરવામાં આવ્યા. સાથે જ સહભાગીઓને યોગનું મહત્વ પણ સમજાવવામાં આવ્યું હતું.કાર્યક્રમના અંતમાં કેટલીક શ્વસનક્રિયાને લગતી તકનિકો બતાવી અને તમામને માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય જાળવવા માટે નિયમિત યોગાસન કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.