“સદા સૌમ્ય શી વૈભવે ઉભરાતી, મળી માતૃભાષા મને ગુજરાતી. “ માતાના મોઢેથી શીખેલી પ્રથમ ભાષા આપણી માતૃભાષા છે .ભાષા પ્રત્યેના પ્રેમ અને આદરને વ્યક્ત કરવા માટે દર વર્ષે 21મી ફેબ્રુઆરીએ માતૃભાષા દિવસ ઉજવવામાં આવે છે .માતૃભાષાના ગૌરવને વધારવા ભારતીય શિક્ષણ મંડળ અને વનિતા વિશ્રામ સંચાલિત વનિતા વિશ્રામ પ્રાયોગિક શાળાના સંયુકત ઉપક્રમે શાળામાં ‘ગુજરાતી સાહિત્ય ક્વિઝ’ સ્પર્ધાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું .જેમાં ધોરણ 6 થી 8ની વિદ્યાર્થીનીઓએ ઉત્સાહભેર ભાગ લઈ અને ગુજરાતી ભાષાના મહત્વને સમજયા.વિજેતા ટીમને ઈનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા.