શાળામાં રમતના વાતાવરણનું નિર્માણ થાય, સ્વાસ્થ્ય બાબતે જાગૃતિ કેળવાય તેમજ રમતક્ષેત્રે પ્રતિભા શોધના ઉમદા હેતુની સાથે વનિતા વિશ્રામ સંચાલિત વનિતા વિશ્રામ પ્રાયોગિક શાળા દ્વારા ‘શિયાળુ રમતોત્સવ’ની ઉજવણી કરવામાં આવેલ હતી.જેમાં ધોરણ – ૧ થી ૮ની ૪૩૭ વિદ્યાર્થિનીઓએ સંગીત ખુરશી, બોલ બેલેન્સ, જંપ દોડ,પથ્થર ઊંચકી સામે બાજુ મૂકવા, લંગડી દોડ, ધ્વજ રોપણ, દોરી કૂદ, બૂટ મોજા / આઈ કાર્ડ પહેરવા,હોર્સ રેસ,૫૦ મીટર દોડ, કોસ દોડ, કપમાં પાણી ભરી સામેની બોટલ ભરવી, ઉલટ દોડ, ચમચીથી તુવેરના દાણા બાઉલમાં નાંખવા,દાઢીથી બટાકા આગળ વધારવા, સર્પાકાર દોડ જેવી રમતોમાં ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ હતો.