વનિતા વિશ્રામ સંચાલિત વનિતા વિશ્રામ પ્રાયોગિક શાળામાં એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા (AMFI) દ્વારા દેશના બે અગ્રણી હિન્દુસ્તાન અને દૈનિક ભાસ્કરના સહયોગથી “ભારત નિવેશ યંગ માઇન્ડ્સ” રાષ્ટ્રીય નિબંધ લેખન સ્પર્ધાનું આયોજન કર્યું હતું. જેમાં “વિકાસશીલ ભારત માટે નાણાકીય સાક્ષરતાનું મહત્વ”એ વિષય પર ધોરણ :8 ( જુનિયર કેટેગરીમા) કુલ 61વિધાર્થિનીઓએ ભાગ લીધો હતો. જેમાં સ્કૂલ લેવલમાં પ્રથમ વિજેતા પામેલ વિદ્યાર્થીનીએ આગળ સીટી લેવલ અને સ્ટેટ લેવલ સુધી સ્પર્ધામાં જવાનું હોય છે. ખૂબ આનંદની વાત છે કે શાળાની ધો. 8 ની વિધાર્થિની રાણા નિષ્ઠા નૈમેશભાઈએ ગુજરાત રાજ્યમાં First મેળવી વિજેતા બની રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનું નેતૃત્વ કર્યું . તેની આ સિદ્ધિ બદલ તા- 21 ઓગષ્ટ 2025 ના રોજ મુંબઈ ખાતે રાષ્ટ્રીય કક્ષાના સન્માન સમારોહમાં રાણા નિષ્ઠા નૈમેશભાઈ ને ટ્રોફી, સર્ટિફિકેટ તથા ગિફ્ટ વાઉચર આપી સન્માન કરવામાં આવ્યું. રાષ્ટ્ર કક્ષાએ ઉત્તમ સિદ્ધિ મેળવ્યા બદલ શાળા પરિવાર તથા કુટુંબીજનો હર્ષ સાથે ગૌરવ અનુભવે છે. આચાર્યાશ્રી ગૌરીબેન ઝાલાએ અભિનંદન પાઠવ્યા હતાં. નિષ્ઠા ઉત્તરોત્તર પ્રગતિ કરેને શાળા તથા પરિવારનું નામ રોશન કરે તેવા ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા વ્યક્ત કરી હતી.