સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના આયોજન અન્વયે હાલ ખેલ મહાકુંભ 3.0 ની વિવિધ હરીફાઈઓ ચાલી રહી છે. તેમાં ઝોન કક્ષાની કબડ્ડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. અંડર 14, અંડર 17, અંડર 19 અને ઓપન એઈજ ગ્રુપમાં કુલ 35 જેટલી બહેનોની ટીમો એ હોંશભેર ભાગ લીધો હતો. જેમાં અંડર 14 એઈજ ગ્રુપમાં વનિતા વિશ્રામ પ્રાયોગિક શાળા દ્વિતીય ક્રમે વિજેતા થઈ હતી. સ્પર્ધાને સફળ બનાવવા રમત ગમત શિક્ષક શ્રી નીતાબેન વ્યાસે જહેમત ઊઠાવેલ હતી.