ખેલ મહાકુંભ અતંર્ગત તાજેતરમાં યોજાયેલી આંતર શાળા યોગ સ્પર્ધામાં વિવિધ શાળાની 33 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં વનિતા વિશ્રામ પ્રાયોગિક શાળાની યોગ ગર્લ કુ. નથ્થનવાલા ધૃતિ જીજ્ઞેશ વ્યકિતગત યોગ સ્પર્ધામાં અલગ અલગ આસનમાં ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરીને દ્વિતીય ક્રમાંક મેળવીને શાળાનું ગૌરવ વધાર્યુ છે.