સ્પોર્ટ્સ ઓથોરિટી ગુજરાત દ્વારા સંચાલિત અને જિલ્લા રમત વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લામાં ખેલ મહાકુંભ 3.0 અન્વયે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વનિતા વિશ્રામ પ્રાયોગિક શાળાની ધોરણ 6ની વિદ્યાર્થીની પૃથા અશોકભાઇ પટેલે ખેલ મહાકુંભ 3.0માં 400 મીટર દોડમાં પ્રથમ ક્રમાંક અને 600 મીટર દોડ માં જિલ્લાકક્ષાએ દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો.