ડૉક્ટર એટલે ધરતી પરના ભગવાન! ઈશ્વર પછીનું જો કોઈ સ્થાન હોય તો તે છે ડૉક્ટરનું. આપના સમર્પણ, કાર્યનિષ્ઠા, પ્રામાણિકતા અને બલિદાનને બિરદાવવા માટેનો દિવસ એટલે પહેલી જુલાઈ. ઈશ્વર જન્મ આપે છે અને ડૉક્ટર જીવન બચાવે છે. આપના આ ઉમદા કાર્ય બદલ ડૉ.પી.વી.ટી. પ્રાથમિક કન્યાશાળા (ગુજરાતી માધ્યમ) પરિવાર આપનો હૃદયપૂર્વક આભાર માની ‘ડૉક્ટર દિન’ની હાર્દિક શુભેચ્છા પાઠવે છે.