બાળકોની શૈક્ષણિક ક્ષમતા સિદ્ધિ પ્રાપ્ત કરવા, પાઠ્યપુસ્તકમાં રહેલ કઠિન મૂલ્યો સરળતાથી સ્વરચિત સાધનો દ્વારા રસપ્રદ રીતે સમજવા.વળી, અસરકારક શૈક્ષિણક સાધન એ બાળક અને શૈક્ષણિક મુદ્દા વચ્ચે સેતુનું કામ કરે છે.બાળકને વાંચેલું, લખેલું, સાંભળેલું કરતાં
પ્રત્યક્ષ જોયેલું સૌથી વધુ યાદ રહે છે.તે જ હેતુસર ગમ્મત સાથે જ્ઞાન પ્રાપ્ત કરવા પાઠયક્રમ મુજબ અમારી વનિતા વિશ્રામ પ્રાયોગિક શાળામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓએ “શૈક્ષણિક રમકડાં “તૈયાર કર્યા હતાં.આ લો-કોસ્ટ,વેસ્ટમાંથી બેસ્ટ અને સ્વ.નિર્મિત “શૈક્ષણિક રમકડાં ” પ્રયોગથી અમારા બાળકોને શૈક્ષણિક મુદ્દા સરળતાથી સમજાશે અને ભણવાની પ્રક્રિયા ઝડપી બનશે…