ઇકો કલબ એટલે શાળાના પ્રકૃતિ પ્રેમી વિઘાર્થીઓ તથા શિક્ષકોનું એક એવું સંગઠન કે જ પ્રકૃતિ અને પર્યાવરણની સંરક્ષણની કુશળતા અને જાણકારી પુરી પાડે અને એક પ્રકારની અનૌપચારિક સક્રિય વ્યવસ્થા ઉભી કરે, આપણે કોઇ બીજ વાવીએ તેનું જતન કરીએ તો તેમાંથી વૃક્ષ બને તે રીતે ઇકો કલબની પ્રવૃતિ દ્વારા બાળકમાં પર્યાવરણ સંરક્ષણ, સંવર્ધન અંગેનું સંસ્કાર બીજ રોપાય તો ભાવિ નાગરિક તરીકે તેમનામાં દઢ સંસ્કારોનું સિંચન કરી શકાય, હાલ જે કંઇ સમસ્યાઓનું આપણે સામનો કરી રહ્યા છીએ તે સમસ્યાઓ જેવી કે ગ્લોબલ
વોર્મિંગ, ઘટતી જતી ખનીજ સંપતિઓ, વિજળીની વધતી જતી માંગ, પ્રદુષણ, ટેકનોલોજીથી વધતી જતી સુખ સુવિધાની સમસ્યા અને વધતો જતો પ્લાસ્ટિકનો ઉપયોગ વિગેરેમાં આગ લાગે ત્યારે કુવો ન ખોદતા, નાનપણથી જ જો બાળકને સમજાવ્યું હોય તો તેઓ જાગૃત નાગરીક તરીકે વર્તે અને પાણી પહેલા માળ બાંધીને પર્યાવરણથી લથબન, ઓકિસજનના અખુટ ભંડાર સમું વિશ્ર્વ આવનારી પેઢી માટે નિર્માણ કરે. અમારી વનિતા વિશ્રામ પ્રાયોગિક શાળામાં દર વર્ષે બાળકોને પર્યાવરણનું જતન અને સંવર્ધન કરવાના ગુણ કેળવાય તે હેતુથી ઈકો ક્લબ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.